PPF કે સુકન્યા યોજનામાં રોકાણ કરો છો તો જલ્દીથી પતાવી લો આ કામ, નહિ તો ખાતું થઈ જશે બંધ જાણો સંપૂર્ણ માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

PPF કે સુકન્યા યોજનામાં રોકાણ કરો છો તો જલ્દીથી પતાવી લો આ કામ, નહિ તો ખાતું થઈ જશે બંધ જાણો સંપૂર્ણ માહિતી

જાહેર કરાયેલા આદેશ અનુસાર પાન અને આધાર અનિવાર્ય રૂપથી જમા કરાવવું પડશે. જો વ્યક્તિ આ યોજનાઓમાં રોકાણ કરવા માંગે છે, તો તેની પાસે આધાર નંબર નથી, તો તે એનરોલમેન્ટ સ્લીપ જમા કરાવી શકે છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સહિત અન્ય પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં રોકાણ માટે પાન અને આધાર કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. કેન્દ્ર સરકારે તેના માટે 31 માર્ચે એક આદેશ જાહેર કર્યો હતો. આ પહેલા માત્ર પાન કાર્ડના આધાર પર જ રોકાણ કરી શકાતું હતું. હવે સરકારની લઘુ બચત યોજનાઓમાં ખાતાધારકોએ આધાર નંબર કે એનરોલમેન્ટ સ્લીપ લગાવવી જરૂરી હશે.

જાહેર કરાયેલા આદેશ અનુસાર પાન અને આધાર અનિવાર્ય રૂપથી જમા કરાવવું પડશે. જો વ્યક્તિ આ યોજનાઓમાં રોકાણ કરવા માંગે છે, તો તેની પાસે આધાર નંબર નથી, તો તે એનરોલમેન્ટ સ્લીપ જમા કરાવી શકે છે. તેના 6 મહિના પછી ખાતાધારકે અનિવાર્ય રૂપથી આધાર નંબર જમા કરાવવો પડશે. જો તે વ્યક્તિ આધાર નંબર જમા કરવામાં નિષ્ફળ થાય છે, તો તેના દ્વારા કરવામાં આવેલા રોકાણ સ્થિર થઈ જશે અને આધાર સંખ્યા મળ્યા બાદ જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.

પાન કાર્ડ પણ અનિવાર્ય થઈ ગયું છે

આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ખાતું ખોલતા સમયે પાનને જમા કરવું પણ જરૂરી છે. જો તે સમયે પાન જમા કરવામાં ન આવ્યું, તો આગામી 2 મહિનાની અંદર તેને સબમિટ કરવુ પડશે. આ ઉપરાંત 3 અન્ય સ્થિતિઓ છે, જ્યાં પાન જમા કરાવવું અનિવાર્ય હશે. જો એકાઉન્ટનું બેલેન્સ 50,000 રૂપિયાથી વધારે થઈ જાય, કોઈ એક નાણાકીય વર્ષમાં કુલ ક્રેડિટ 1 લાખ રૂપિયા ઉપર જતી રહે કે પછી એકાઉન્ટથી વિડ્રોલ અને ટ્રાન્સફરની રકમ 10,000થી વધારે થઈ જાય. જો પાન 2 મહિનાની અંદર જમા નથી થતું, તો એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે.

Post a Comment

Previous Post Next Post